Saturday, May 12, 2012

( પ્રભુ નું સ્વર્ગ )
ચપટી વગાડતા ની સાથે બગડેલું બધું જ સુધારી શકવા ની વાતો કરનાર વાસ્તવ માં કહેલું ના કરી સકે તો?
હમેશાં સચાઈ ના પક્ષે ઉભનાર પાત્ર અચાનક ભાવ અને વૃતિ માં પરિવર્તન કરી લે તો ?
તો આવા પ્રકાર ને પાખંડ કહી શકાય.
જોકે ધર્મ, સમાજ, સંબંધો અને ઠેર ઠેર, ડગ ડગ પર પાખંડ ની ભરમાર છે,
આવી દશા માં પ્રભુ ને કેવી રીતે પામી શકાય ?
જે હવા ની જેમ નિરાકાર છે એવા પ્રભુ ને કોઈ પ્રકાર આપવો એ લાંચ આપવા બરાબર છે,
વિચાર ભાવ માં છુપાએલ વિકાર તથા પાખંડી પ્રકાર થી કરેલ દાન પ્રભુ સુધી કેમ પહોચી શકે ?
કેમ કે એ પણ લાંચ ને બરાબર છે,
કોઈ ધર્મ માંથી લાંચ વૃતિ નો અંત થશે ત્યારે દાન ની ભરમાર થશે,
કોઈ દેશ નાં રાજકારણ માં પણ આવી વૃતિ રાખનાર ને કડક દંડ જાહેર થશે તો,
એ દેશ પ્રભુ ના દેશ જેવો સ્વર્ગતુલ્ય હશે,
આપણે સ્વર્ગ ની મહેરછા રાખી શકીએ છીએ પણ અંતે સ્વર્ગ ને પામી સકતા નથી,
કેમકે ભાવ માં ક્યાંક ખોટ રહી ગએલ હોય છે એ આપણે દુર કરી શક્યા નથી,
જીવન માં આવી ખોટ, એ ખોડ ખાપણ થી અશક્ત શરીર ને બરાબર છે,
અને જ્યાં કોઈ ખોટ નથી એ પ્રભુ નું સ્વર્ગ છે,
( શ્રી હરીશ ખેતાણી "હરિ" )

No comments: